વાંસદા: યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા દ્વારા પશ્ચિમી ઘાટના તોરણીયા ડુંગરના સપાટી પર આવેલ ખડકો ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણની નિઃશુલ્ક તાલીમ લઈ નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લાના વિદ્યાર્થીઓ કુમારી પિનલ અનીલ પટેલ, જીગ્નેશ અશોક પટેલ, બિંદિયા મુકેશ પટેલ અને ગવળી શિવરામ શુક્કર નામના યુવાઓ કોચિંગ કેમ્પ માઉન્ટ આબુ રાજસ્થાન ખાતે કુશળ કૌશલય પુર્વક સફળતાથી તાલીમ લઈ રહ્યા છે .

Decision News ને મળેલી માહિતી મુજબ હાલ કોચિંગ કેમ્પમાં કુમારી પિનલ, બિંદિયા મુકેશ પટેલ, જીગ્નેશ અશોક પટેલ અને શિવરામ ગવળી યુવા પર્વતારોહક એક માસ સધન તાલીમ લઈ રહ્યા છીએ. યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદાના ઇન્સ્ટેકટર કે માઉન્ટ પર ફરજ બજાવનાર હિમાલય ટ્રેકર કાજલ મહલા વગેરે વિદ્યાર્થી મિત્રો વિવિધ કૌશલ્યની તાલીમ સાથે નવા પર્વતારોહી મિત્રોને તાલીમ આપી રહેલ છે.

સફળ પર્વતારોહક નિષ્ણાંત ડૉ.વિજય પટેલ અને ટીમ મેમ્બર્સ જણાવે છે કે આવનારા દિવસોમાં આ બધા જ કુશળ પર્વતારોહી ખૂબ આગળ વધશે અને એવરેસ્ટ શિખર સર કરી જિલ્લાનું નામ રોશન કરશે એવી આશા છે.