વલસાડ: છેલ્લા ચાર પેઢીથી કપરાડાના વાડધા ગ્રુપ ગ્રામપંચાયતના મનાલા અને જામગભાણ ગામની સસ્તા અનાજની દુકાન પર કબજો કરીને બેઠલો રેશનિગ દુકાનકાર દ્વારા સ્થાનિક લોકોને કરવામાં આવી રહેલા અન્યાયને લઈને ગ્રામ્ય વિજિલન્સ કમિટી અઘ્યક્ષ સ્થાને જયેન્દ્ર ગાંવિત રહીને આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

આ પહેલાં પણ સ્થાનિક ઘણા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છતાં કોઇ પણ યોગ્ય ન્યાય મળેલ નથી. આ વિસ્તાર 5મી અનુસૂચિનો છે. અહી ગ્રામ સભા ઠરાવ અમલવારી થયેલ છે. સાથે પેસા કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ઠરાવ. 6 સાથે ગ્રામ સભા ઠરાવ સાથે સસ્તા અનાજની દુકાનો સ્થાનીક ને મળે જે ગ્રામ સભા નો ઠરાવ.7 (1)માં ઉલ્લેખ થયો છે. જો આ રજુવાત પછી પણ તંત્ર ઊંઘમાંથી ન જાગે અને રાજુવાતના પગલે કોઈ યોગ્ય નિર્ણય ન લઈને આદિવાસી લોકોને ન્યાય ન આપે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને જો શાંતિ ડોહલાઈ તો તેના જિમ્મેદાર વહીવટીતંત્ર અને જે તે વિભાગના અધિકારીની રહેશે.

જામગભાણ ગામના સરપંચ શ્રી મગનભાઈ જાનુભાઈ સાપટા,  સરપંચ શ્રી જયેન્દ્ર ગાંવિત વાડધા આગેવાનો ધર્માભાઈ પાસર્યા, ધાકલભાઈ લક્ષીભાઈ પટારા, રવજીભાઈ બબલુભાઈ સાબર, ફતુંભાઈ ભસરા, સંતુભાઈ ગંગોડા, બાબલુભાઈ સંબર, બચુભાઈ ભસરા જેવા અગ્રણીઓ દ્વારા વલસાડ જિલ્લા કલેકટર અને અન્ન પુરવઠા વિભાગ વલસાડ નાયબ કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.