વલસાડ: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 64.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે BAPS સ્વામિનારાયણ અબ્રામા – વલસાડ સ્કૂલમાં અભ્યાસ કરતા ભંડારકરછ ગામના બે વિદ્યાર્થીઓ એ ધોરણ ૧૦ માં A1અને A2 ગ્રેડ મેળવી ગામનું અને કપરાડા તાલુકા નું ગૌરવ વધાર્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ BAPS સ્વામિનારાયણ અબ્રામા – વલસાડ સ્કૂલમાં અભ્યાસ કરતાં રોનીતભાઈ જગદીશભાઈ ભોયા એ 600 માંથી 545 ગુણ મેળવી 99.28 પ્રશન્ટાઈન રેન્ક સાથે 90.83 ટકા મેળવી A1 ગ્રેડ મેળવ્યો હતો.જ્યારે કુલદીપભાઈ બાબનભાઈ રાઉતે 600 માંથી 535 માર્ક મેળવી 98.73 રેન્ક સાથે 89.19 ટકા મેળવી A2 ગ્રેડ મેળવ્યો હતા.

આ બંને આદિવાસી સમાજના તારલાઓએ માતા- પિતા અને ઘર પરિવારના સભ્યોનું અને આદિવાસી સમાજનું સન્માન વધાર્યું છે. ચારોબાજુ થી આ બે હોનહાર વિધાર્થીઓ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.