મહુવા: લોકસભાની ચૂંટણી સમયે બે દિવસ પહેલાં જાહેરમંચ પર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનાં નિવેદનના કારણે થયેલા વિવાદનો મધપૂડો છંછેડાયો જે હજુ સુધી લોકોના મગજ પરથી જઈ નથી રહ્યો ત્યારે ધારાસભ્ય પદની ગરિમા લોકનેતા પર લાગેલાં દારૂના નશામાં હોવાના આરોપને લઈને મહિલા સરપંચ વિરુદ્ધ માનહાનીનો દાવો ઠોકશે એવા વમળો દેખાય રહ્યા છે.
આ વિવાદમાં કોનું શું કહેવું છે..
મહુવા ગામના સરપંચ.. અમે આવું કેવી રીતે ચલાવી શકીએ? હું સરપંચ છું. સમાજનું ભવન બને છે તે અમારા ગામ પાસે છે. અમારા લોકોએ મને કહ્યું કે, અનંત પટેલ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે તો લોકોએ ખુલાસો માંગવા કહ્યું. આ પછી મેં મંચ પરથી કહ્યું કે, સામાજિક કાર્યક્રમ છે તો મોહનભાઈ માટે તમે કેમ આવું બોલ્યા? એટલે તમારે માફી માંગવી જોઈએ. તો અનંત પટેલે કહ્યું હું માફી નહીં માગું. મેં કીધું તમે તમે ડ્રીંક કરેલા છો.. તો કહે હું દારૂ પીધેલો લાગું તો મેડિકલ કરાવો. મામલો થાળે ના પડ્યો એટલે પોલીસને બોલાવી. આ સમય દરમિયાન અનંત પટેલે પોતાના લોકોને બોલાવ્યા અને મામલો ડહોળવાનો પ્રયાસ કર્યો.
મહુવા તાલુકાના ભાજપન મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન પટેલે પણ રેખાબેન પટેલના સૂરમાં સૂર પુરાવતા કહ્યું, ‘એ રાત્રે કાર્યક્રમમાં અનંત પટેલ પીધેલી હાલતમાં હોય એમ ઝનૂની લાગતા હતા.
મોહન ઢોડિયાએ કહ્યું, ‘અનંત પટેલે દારૂ પીધો હતો કે નહીં તેનો મને કોઈ ખ્યાલ નથી એટલે ખોટું બોલવાનો હક નથી. લોકો કહે છે કે દારૂ પીધો હતો. પણ સાચું શું છે એ ખ્યાલ નથી.
અનંત પટેલે જણાવે છે કે ‘કાર્યક્રમમાં જેમણે મારો વિરોધ કર્યો એ રાજકીય હોદ્દેદાર હતા. મહિલા પાંખના મંત્રી હતા, જો હું પોલીસની જીપમાંથી ઊતરતો તો મોટી ધમાલ થઈ હોત. સમાજમાં ધમાલ કરાવવી ન હતી એટલે ટિપ્પણી નહોતી કરી. જે બહેને નશાની વાત કરી તે જ બહેન જીપ બહાર કહે છે કે મારી છેડતી થઈ છે, એટલે તેમને પ્રોટેક્શન આપો.’ એમ કહ્યું.
અનંત પટેલે કહ્યું, ‘મને પોલીસે પ્રોટેક્શન નહોતું આપ્યું પણ પોલીસે પોતાના પ્રોટેક્શન માટે મને ગાડીમાં બેસાડ્યો. અમે પ્રોટેક્શન માગ્યું નથી. પોલીસનું એમ કહેવું હતું કે, તમારા સમર્થક વધારે છે એટલે બીજો કોઈ વિવાદ ન થાય એટલે મને ગાડીમાં બેસાડ્યો. મેં કોઈ રાજકીય નિવેદન આપ્યું જ નથી. જીવનમાં દારૂ પીધો નથી અને પીવા માંગતો પણ નથી. સમાજ સેવા કરવાનો નશો છે. આ બહેન જ નશો કરીને આવ્યા હોય એમ લાગે છે.’
હવે લોકનેતા અનંત પટેલના સર્મથકો એવી માંગણી કરી રહ્યા છે કે સરપંચ પદના નશામાં ચકનાચુર બનેલી અને ધારાસભ્ય પદની ગરીમાને લાંછન લગાડતી મહિલા સરપંચ વિરુદ્ધ માનહાનીનો કેસ કરવામાં આવે અને મહેમાન બનાવી બદનામ કરવાનું ષડયંત્ર રચનાર મહીઅલાનું સરપંચ પદ રદ કરવાની ઝુંબેશ ચાલાવવા આવે એમ કહી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે આ વિષે લોકનેતા શું પગલાં લે છે.

