Current affairs: પર્યાવરણને લઈને વિશ્વમાં ઘણાં રીસર્ચ થઈ રહ્યા છે ત્યારે હાલમાં ભારત સરકાર દ્વવારા ‘Meri life’ મોબાઈલ એપ્લિકેશનની શરૂવાત કરી છે, જેનાથી જળવાયું પરિવર્તનનો સામનો કઈ રીતે થશે, એની માહિતી આ એપ્લિકેશન દ્વારા પ્રાપ્ત થશે.

આ એપ્લિકેશન મુખ્ય ઉદ્દેશ્ય નકામા વપરાશને બદલે માઈન્ડફુલ ઉપયોગને પ્રોત્સાહન આપવું. આ એપ્લિકેશનની મદદથી રોજિંદા જીવનચક્રમાં બદલાવ કર્યા પછી સમજી શકાશે કે, કયા કારણ સર જળવાયું પર પ્રભાવ પડે છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ જણાવ્યું કે “આ એપ્લિકેશન પર્યાવરણને બચાવવામાં નાગરિકોની શક્તિનું પ્રદર્શન કરીને, life માટે દેશવ્યાપી ચળવળને પ્રોત્સાહન આપશે”.

5 જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ એ ભવ્ય ઉજવણીમાં પરિણામ મળશે એવું પર્યાવરણ મંત્રીએ જણાવ્યું. જીવનની પ્રગતિ પર નજર રાખવા માટે મંત્રાલયે બે પોર્ટલ સમર્પિત કર્યા છે.
1) મિશન લાઈફ (missionlifemoefcc.nic.in)
આ પોર્ટલમાં 100 થી વધારે સર્જનાત્મક વિડીયો અને જ્ઞાન સામગ્રીની ખુલ્લી એક્સેસ પ્રધાન કરે છે.
2) મેરી લાઈફ (merilife.org)
આ પોર્ટલ મંત્રાલય અને સંસ્થાઓને ઇવેન્ટ રિપોર્ટસ અપલોડ કરવા અને ચાલી રહેલી માસ મોબિલાઈઝેશન ડ્રાઇવની પ્રગતિને ટ્રેક કરવામાં સક્ષમ બનાવે છે.