ચીખલી: સોમવારના ચીખલી પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ 32-ક ના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011 ના ભાવો તા.18/04/2011 થી અમલમાં છે.
રાજ્યમાં થતા ઝડપી ઔધોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવોમાં ઘણો વધારો થયો છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલ ભાવો મુજબ નાગરીકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઇ શકે તે માટે સરકારશ્રીના મહેસુલ ઠરાવથી થયેલ જોગવાઇ અનુસાર દર વર્ષ જંત્રી રીવિઝન અંગેની કામગીરી કરવાની થાય છે. આ બાબતે નાયબ સચિવશ્રી,મહેસુલ વિભાગે તા. 18/04/2011 થી સૈધ્ધાતિક મંજુરી આપી છે.
જંત્રી રીવિઝન સરવેના પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારના ફીલ્ડ સરવેની કામગીરી હાથ ધરવાની થાય છે. જેમાં તા. 17/05/2023 બલવાડા, થાલા, ખુંધ, માણેકપોર, બોડવાંક, કાંગવઇ, ખુડવેલ, ફડવેલ, તલાવચોરા, મલીયાધરા, ઘોડવણી, ઢોલુમ્બર, તેજલાવ, આમધરા, દેગામ, ચાસા, તા.18/05/2023 હોન્ડ, સમરોલી, રાનકુવા, સુરખાઇ, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ, વંકાલ ,ઘેકટી, ઘેજ, ચરી, ઝરી, અગાસી, બારોલીયા, મીણકચ્છ, ઉંઢવળ, રેઠવાણીયા, બામણવેલ, તા.19/05/2023 મજીગામ, મલવાડા, કુકેરી, દોણજા, ખરોલી, હરણગામ,ઘોલાર, ખાંભડા, બામણવાડા, સાદકપોર, કાકડવેલ, વેલણપુર, માંડવખડક, ગોડથલ, કણભઇ, તા.20/05/2023 ચીખલી, આલીપોર, સુંથવાડ, નોગામા, ટાંકલ, વાંઝણા, સાદડવેલ, રુમલા, કલીયારી, સ્યાદા, સારવણી, અંબાચ, જોગવાડ, ચીતાલી ગામે અધિકારીશ્રીઓ આવનાર છે. જેથી જાહેર જનતાને જંત્રીના ભાવ નક્કી કરવા જરૂરી માહિતી પુરી પાડવા જણાવાયું છે.











