વાંસદા: આદિવાસી વિસ્તારોમાં દરેક પ્રકારની સમસ્યાના નિવારણ માટે હવે આપઘાત તરફ વળી રહ્યા હોય તેમ દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રાહ્યો છે આજે વધુ એક વાંસદાના રાયબોર ગામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કાર્યની ઘટના સામે આવી છે.

Decision Newsના રીપોર્ટરની રાયબોર ગામના સરપંચ જયંતીભાઈ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા કારણોસર ગામના અશોકભાઈ ચીમનભાઈ ચૌધરીએ વ્યક્તિએ આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસે લાશનો કબજો લઇ તેના PM ની કાર્યવાહી આગળ હાથ ધરી છે.

હાલમાં વાંસદા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. અશોકભાઈ ચૌધરીએ આપઘાત કેમ કર્યો ? તેના વિષે સાચું કારણ હજુ બહાર આવ્યું નથી. પરિવારજનોમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે. આવનારા સમયમાં પોલીસ સત્ય સુધી પોહચી જશે.