ઉમરગામ: કર્ણાટકમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપના બજરંગબલી જેવા હિન્દુત્વના મુદાઓ સાફ થઈ ગયા છે. કોંગ્રેસને બહુમતીથી વિજય મેળવ્યો છે ત્યારે પૂર્વ મંત્રી અને ઉમરગામથી ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે દહેશત વ્યક્ત કરી છે કે જો પ્રજાનાં કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થશે. રમણ પાટકરે અધિકારીઓ અને કાર્યકરોને જનતાનાં કામ કરવાની ટકોર કરી છે.
કર્ણાટકના વિધાનસભાના નિર્ણયને ધ્યાનમાં રાખતા ગુજરાતના માજી મંત્રી અને હાલના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પોતાનો ડર વ્યક્ત કર્યો છે. તેમણે ડર વ્યક્ત કરીને અધિકારીઓ અને કાર્યકરોને ટકોર કરી હતી કે, જો પ્રજાના કામ સમયસર ન થશે તો ગુજરાતમાં કર્ણાટક વાળી થશે. અધિકારીઓને ટાંકતા તેઓએ વધુમાં જણાવ્યું કે જો પ્રજાના કામ સમયસર ન કરવામાં આવશે તો નેતા અને પદાધિકારીઓનું પ્રજાથી અંતર વધી જશે જેને લઈને કર્ણાટક જેવું પરિણામ ગુજરાતમાં આવી શકે.
કહેવાય છે કે આ કર્ણાટકની નહીં પણ ગુજરાતની રણનીતિની હાર છે. દક્ષિણના પ્રવેશ દ્વાર ગણાતા કર્ણાટકમાં અસંતોષના માહોલ વચ્ચે ભાજપે ગુજરાતની રણનીતિ અને નેતાઓની ફૌજ ઉતારી હતી. જે તમામ ફૌજના આઈડિયા ફેલ ગયા છે.

