વ્યારા: વર્તમાન સમયમાં સ્માર્ટ વેલ્યુ લિમિટેડ નામની કંપની આદિવાસી યુવતીઓને બોલાવી એમની પાસે 10 માર્કની ટેસ્ટ લે છે અને ૨૦૦ રૂપિયા ૨જીસ્ટ્રેશનનો ભરાવે છે. ટેસ્ટ આપનાર દરેક ને પાસ કરી તેમની પાસે ૧૩,૯૦૦ ભરવામાં આવે છે. બદલામાં એમને સરકારી નોકરી અને દર અઠવાડિયાને મહિને કમિશન આપવાની લાંચ અને દરે અઠવાડિયાને મહિને કમિશન આપવાની લાલચ આપવામાં આવે છે.
સોનગઢ ઉકાઈ રોડ પર ભાડાનું મકાન રાખી, લોકોને ગવર્મેન્ટ નોકરી અને કમિશન આપવાની લાલચ આપી હજારો આદિવાસી યુવતીઓ પાસે ૧૩૮૦૦ રૂપિયા પડાવી એમને દવા,કપડા અને જ્યુસ પકડાવનારી સ્માર્ટ વેલ્યુ લિમિટેડ કંપની આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ઉઘરાવી રફુચક્કર થઈ જવાની પુરી શક્યતા.?
આ કંપની અલગ અલગ રાજ્યોમાં લોકોને એજ્યુકેશન આપે છે એવું જણાવે છે. પરંતુ તાપી જિલ્લા કે સોનગઢમાં તો આ કંપનીનું એજયુકેશન આપતું એક પણ સેન્ટર નથી. ત્યારે આદિવાસી યુવતીઓએ ચેતી જવાની જરૂર છે. અને એમના એજન્ટોને ઓળખી લેવાની જરૂર છે. વહીવટી તંત્ર એ પણ આવી કંપનીઓ પર નજર રાખી આદિવાસી વિસ્તારમાં કરવામાં આવી રહેલ, સમજણપૂર્વકનું પડયંત્ર બહાર પાડવો જોઈએ. જેથી કાલે ઊઠીને આદિવાસી સમાજના લાખો લોકોને માથે હાથ મૂકીને રડવાનો વારો ના આવે. સોનગઢમાં રહેતી એક યુવતીએ ભરેલી રક્મ્પાછી કંપની પાસે માગી તો કંપનીએ રકમ આપવાનો ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
આવી અનેક કંપનીઓ લોભામણી સ્કીમ સ્થાનિક એજન્ટો રાખી એમને આપી અહીંની પ્રજાને જાળમાં ફસાવવામાં આવે આર ઈ ગોલ્ડ નામની કંપનીએ પણ આ જ પ્રમાણે જ્યુસ વેચીને લોકોને મોટું કમિશન આપવાની લોભામણી જાહેરાતો કરી કરોડો રૂપિયાનું કાંડ કરી ગઈ હતી. શારદા ચીફ ફંડ કંપનીથી લઈને સ્મેત્રિ પ્રાઇવેટ કંપનીએ પણ… લોકોને રડાવ્યા છે. ત્યારે આ કંપનીના આર્થિક વ્યવહારો બેંક ખાતામાં કેમ નથી કરવામાં આવતા એ તપાસનો વિષય ? અને જેના ખાતામાં વ્યવહારો કરવામાં આવી રહ્યા છે તે કેટલું જીએસટી ભરે છે સરકારને કેટલું ટેક્સ ભરે છે એ તપાસનો વિષય છે ?

