પારડી: પારડીમાં એક ખેડૂતે તેમની જમીનમાં ઊગેલાં ઝાડ કપાવ્યાં હતાં. જેમાં 4 લાખથી વધુની આવક થઈ તેમાંથી પુત્રે નવું ઘર બનાવવા રૂપિયાની માંગણી કરતાં પિતા પુત્ર વચ્ચે બબાલ થઇ અને પિતાએ કુહાડીના ઘા મારી પુત્રની હત્યા કરી નાખ્યાંની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision News ને પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પારડીના રોહિણા ગામમાં એક ખેડૂતે જમીનમાં ઊગેલાં ઝાડના વેચાણ કર્યા હતા જેમાં 4 જેટલા રૂપિયા આવ્યા હતા. તેની જાણ તેના પુત્રને થઇ તે પિતા પાસે પોતાનું નવું ઘર બાંધવા માટે રૂપિયા માગવા ગયો અને રૂપિયાને લઈને પિતા-પુત્ર વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પિતાએ કુહાડીના ઘા મારી પુત્રની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી પિતાની પણ તબિયત લથડતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
પારડી વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલમાં આ હત્યાને લઈને પારડી પોલીસે તપાસ હાથ ધરી છે.

