ધરમપુર: ગતરોજ સાંજના સમયે ધરમપુર તાલુકાના માકડબન ગામમાં આવેલા બ્રીજ પર લક્ઝરી બસ અર્ધે લટકી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનામાં બસ ખાલી હોવાના કારણે માત્ર ચાલક અને ક્લીનરને ઇજા થવા પામી હતી.

Decision News ને મળેલી વિગતો મુજબ ધરમપુર તાલુકાના એક લક્ઝરી બસ માકડબન ગામમાંથી જી રહી હતી ત્યારે ખનકી ના બ્રીજના એપ્રોચ વળાંક પાસે બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ બ્રીજના છેડે અર્ધી લટકી ગઈ હતી. આ બસમાં મુસાફરો ન હોવાના કારણે કોઈ મોટી દૂર્ઘટના બની ન હતી પણ ચાલક તથા ક્લીનરને ઇજાઓ થયા હોવાનું સ્થાનિકો જણાવે છે.

આ ઘટના ઘટિત થતા જ માનવતાની નાતે સ્થાનિક યુવાનો અને પૂર્વ સરપંચ દોડી આવતાં બસમાંથી ઈજા ગ્રસ્ત થયેલા ચાલક અને ક્લીનરને બહાર કાઢી 108 બોલાવી સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી.