ધરમપુર: આજરોજ ગુજરાતના સ્થાપના દીને ધરમપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે વનરાજ કોલેજ ધરમપુરના 700 થી વધારે વિદ્યાથીઓની સ્કોલરશીપની માંગણીને લઈને 50 થી વધુ વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠા હતા.
Decision News ને મળેલી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓના આ ધરણાં પ્રદર્શનને લઈને ધરમપુર મામલતદારશ્રી,અને ધરામપુર PSI શ્રી સાથે ચર્ચા કર્યા બાદ વહેલી તકે જમા થઈ જાય એના માટે ઘટતું કરવાની ખાત્રી આપતા ધરણાં મોકૂફ રાખ્યા હતા અને. જો તાત્કાલિક સ્કોલરશીપ જમા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આદિજાતિ વિભાગ વલસાડ ખાતે વિધાર્થીઓ સાથે સ્કોલરશિપ બાબતે આકસ્મિક વિરોધનો કાર્યક્રમ કરવામાં આવે છે ની વાત વિદ્યાર્થીઓએ જણાવી હતી.
અગાઉ 10 એપ્રિલ 2023 એ અને 27 એપ્રિલ 2023 ના દિવસે સ્કોલરશીપ અંગે રજુઆત કર્યા બાદ આજે વિધાર્થીઓ ધરણાં પર બેઠાં હતા જયાં ધરમપુરના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ખેરગામ તાલુકાના SAS ના નવસારીના પ્રમુખ અને છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ નીરવ પટેલ અને વિધાર્થીઓ હજાર રહી વિદ્યાર્થીઓના સમર્થન આપ્યું હતું.

