વાંસદા-વઘઈ: વઘઇની અંબિકા નદીના કિલાદ પુલ નીચે સ્મશાન નજીકથી પાણીમાં દોરીથી બાંધેલી હાલતમાં મળેલા વાંસદાના ખડકાળાના વાંસદા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં મનુભાઈ પટેલ નામના હોમગાર્ડ ગતરોજ મળ્યો હતો આ ઘટનાનું સત્ય બહાર આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.
Decision News ને મળેલી વિગતો મુજબ પોલીસની સખ્ત તપાસમાં યુવાને કબુલ્યું છે કે તેની પત્ની સાથે ઘણા સમયથી મનમેળ ન હતો અને પત્નીએ તેના ભરણપોષણનો કેસ પણ કર્યો હતો. જેથી પોતે નશાની હાલતમાં શરીરે દોરી બાંધી પાણીમાં પડ્યો હતો અને દારૂના વધુ સેવનના કારણે તે બેભાન થઈ ગયો હતો. આવું કરવાથી તેણે વિચાર્યું હતુ કે, તેની પત્નીને એમ લાગશે કે કોઈકે તેને મારી નાંખવાની કોશિષ કરી છે, જેથી તેને દયા આવે અને તે કેસ પરત ખેંચી લેશે. એમ વિચારીને તેણે આ નાટક કર્યું હતું.
આ કેસની તપાસ વઘઇ પી.એસ.આઈ પી.બી ચૌધરી કરી રહ્યા છે. હોમગાર્ડના આ પ્રકારના નાટકથી સમગ્ર વિસ્તારના લોકોની નજરમાં તે મજાકનો વિષય બન્યાનું જોવા મળી રહ્યું છે.











