ધરમપુર: ગતરોજ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમના નવા સત્સંગ હોલમાં બીજા માળે ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટમાં કામ કરતા મોટી ઢોલડુંગરીના યુવક આકાશ લોમેશ વાઘેરાનું તાર ખેંચતા કરંટ લાગતા ફંગોળાઈ નીચે પડતા સારવાર દરમ્યાન મોત થયાની ઘટના સામે આવી છે. આવો જોઈએ તેમની સાથે કામ કરતાં લોકો શું કહે છે..

જુઓ વિડીયો.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામના 21 વર્ષના જુવાનજોધ આકાશ લોમેશ વાઘેરા ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટમાં કામ કરતા હતા ત્યારે ગતરોજ તેઓ રાજચંદ્ર આશ્રમના નવા સત્સંગ હોલમાં બીજા માળે ઇલેક્ટ્રિક તાર ખેંચવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગતાં તેઓ સીડી પરથી નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે શ્રીમદ રાજચંન્દ્ર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં સારવાર દરમિયાન જ ફરજ પરના ડોકટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

તેમની સાથે કામ કરતાં લોકોનું કહેવું છે કે રાજચંદ્ર આશ્રમના કોન્ટ્રાકટરની બિનકાળજી અને બેદરકારીના લીધે એ માતાને પોતાનો જુવાનજોધ એક નો એક દીકરાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જયાં સુધી એમના મોતનું યોગ્ય વળતર માતાને નહિ આપવામાં આવે ત્યાં સુધી અમે આ લાશને અડકવાના નથી. કોન્ટ્રાકટર અમને સવારથી જુદા જુદા બહાના આપી રહ્યો છે તે ઘટના સ્થળ પર હાજર થયો નથી. હાલમાં સમગ્ર પરિવારમાં શોકમય વાતાવરણ પ્રસર્યું છે.