ચીખલી: ગતરોજ ચીખલીના રુમલા ગામના નિશાળ ફળિયામાંથી જતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાંથી લગભગ 13 વર્ષીય બાળકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલમાં પણ આ બાળકની લાશની વાલોડ છે એમ જણાયું હતું.
Decision News ને મળેલી વિગતો મુજબ ઓવેઈશ સમીર શેખ નામનું આ બાળક મુંબઈનું છે. જે વાલોડ ખાતે પોતાના કોઈ સંબધીને ત્યાં 25 મી એપ્રિલે રહેવા આવ્યું હતું. લોકોનું એવું કહેવું છે કે 26 એપ્રિલે બે બાળકો નદીમાં નાહવા પડ્યા હતા અને તેમાં તેઓ ડૂબી જઈ તણાય ગયા હતા જેમાંના એકની લાશ રૂમલા થી મળી છે. જ્યારે બીજા બાળકની લાશ વલસાડમાં મળી હતી.
સતત પાણીમાં બાળકની લાશ ફુલી ગઈ હતી હાલમાં પ્રાથમિક અંદાજો એવો લગાવાઈ રહ્યો છે કે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા બાદ તણાઈને અહી સુધી આવી ગયા હશે. પોલીસે આ ઘટનાને લઈને સત્ય સુધી પોહ્ચવા વધુ તપાસ આરંભી ચુકી છે.











