વાંસદા: ગતરોજ સાંજના સમયે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ વાંસદા તાલુકા વાડીચોઢાં ગામના વળાંક પાસે બાઈક અને ઓવરલોડ શેરડી ભરેલા આઈસર ટેમ્પો સાથે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં બાઈક સવાર અને ટેમ્પો પલટી મારી જતા ચાલક- ક્લીનરને ગંભીર ઈજા થવા પામી હતી.
Decision News દ્વારા અકસ્માત સ્થળની લેવાયેલી મુલાકાતમાં જાણવા મળ્યું કે સાંજના સમયે 7:00 થી 7:30 વાગ્યાની આસપાસ વાંસદા તાલુકા વાડીચોઢાં ગામના વળાંક પાસે ધરમપુર સાઈટથી આવતાં ઓવરલોડ ભરેલા શેરડીના આઈસર ટેમ્પાએ આગળ ચાલી રહેલા મોપેડ ચાકને ટક્કર મારી આગળ જઈ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકનો હાથ ભાંગી ગયો હતો. અને ટેમ્પોના ડ્રાઈવર-ક્લીનર પણ ગંભીર ઈજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને વાંસદા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિનું કહે છે કે બાઈક ચાલક જતીનભાઈ નામનો યુવાન વાંસદાના પીપલખેડ ગામના છે. જે એક વેલ્ડર તરીકે મજુરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા ત્યારે આ અકસ્માતથી એના હાથ ભાંગી જવાથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

