ચીખલી: વર્ષો પછી ચીખલી તાલુકાના ખાંભડા ગામની પંચાયતનું મકાન બંધાઈ રહ્યું છે ત્યારે બાંધકામ કરતી એજન્સી અધૂરું કામ મૂકી જતી રહી હોવાથી તેને ગતરોજ ચીખલી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીશ ફટકારવામાં આવી છે.
Decision News સાથે વાત કરતાં ખાંભડા ગામના સરપંચ પરેશભાઈ પટેલ જણાવે છે કે અમારા ગામનું ગ્રામ પંચાયતનું મકાન વર્ષોથી ખરાબ હાલતમાં હતું તેના નવા મકાન માટે અમે અનેક વખત રજુવાત કરી હતી ત્યારે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતના મકાનનું બાંધકામ ચાલુ થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તેવામાં અધૂરામાં પૂરું મકાનનું બાંધકામ કરનાર કોન્ટ્રાકટ લેનાર કોન્ટ્રાકટર દ્વારા મકાનનું બાંધકામ સ્લેબ સુધી કર્યા બાદ લોખંડના સળિયા કોંક્રિટનું બારી દરવાજાનું લેન્ટર ભરવા વગર જ સ્લેબ સુધી બાંધકામ કરી દેવાયું જેની જાન મને થઇ મેં આ મુદ્દે ચીખલી માર્ગ મકાન પંચાયત વિભાગને જાણ કરી અને ત્યાંથી કોન્ટ્રાકટરને કામ બંધ કરી બાંધકામ સ્લેબ સુધી કર્યું છે તેને તોડી લેન્ટરનું કામ કરી સ્લેબ સુધી બાંધકામ કરવા જણાવ્યું હતું
તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના પછી કોન્ટ્રાક્ટરે આજદિન સુધી કામ શરૂ નહીં કરતા પંચાયત માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટને નોટિસ ફટકારી છે.

