નવસારી: 21 એપ્રિલના રોજ ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહની 9 કલાક જેટલી લાંબી પૂછપરછ પછી IPC ખંડણી કલમો લગાવી ગુનો નોંધી ધરપકડ કરાઈ અને શનિવારે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેને લાને નવસારી જીલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ગતરોજ આવેદનપત્ર આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહને બચાવવા માટે વિવિધ સંગઠનો અને આમ આદમી પાર્ટીઓના નેતાઓ સરકાર સામે ઉભા થયા છે ત્યારે ખાસ કરીને નવસારી AAPના આદિવાસી નેતાઓ અને તેમની ટીમ ગુજરાત સરકાર પર યુવરાજસિંહ લગાવેલા કેસો બાતલ કરવાનું દબાણ પોતાના જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપી ઊભું રહ્યા છે

નવસારી આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલ Decision News ને જણાવે છે કે ગુજરાતમાં પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો જેવા વિવિધ કૌભાંડો યુવરાજસિંહ પુરાવાઓ સાથે ખુલ્લાં પાડ્યા છે અને હરહંમેશ યુવાઓનો અવાજ બન્યા છે ત્યારે સરકાર ખોટા આક્ષેપો કરી અને કલમો લગાવી તેમના અવાજને રુંધવાનો પ્રયત્ન કરી રહી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે જ અમે યુવરાજસિંહના સપોર્ટમાં આજે નવસારી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.