કપરાડા: ભાજપના કપરાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પર રવિવારે રાત્રિએ કોઇ અજાણ્યા ઇસમે પથ્થર મારી માથાના ભાગે ઇજા પોહ્ચાડવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં તર્ક વિતર્કની ચર્ચાઓનો દોર શરુ થઇ ગયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તેઓ કપરાડા તાલુકાના વરવઠ ગામ આવેલી આશ્રમશાળાની બહાર લગભગ 10:00 વાગ્યા બાજુ આંગણામાં ફોન પર કોઈ જોડે વાત કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઇસમેં અંધારાનો લાભ લઇ પથ્થર વડે પૂર્વ ધારાસભ્ય માધુભાઇ રાઉતના માથાના પાછળ ભાગે ઈજા પોહચાડી હતી. ગંભીર ઇજને લઈને ઢળી પડયા હતા. અને તેઓએ બૂમાબૂમ કરી દેતાં હુમલાખોર ત્યાંથી ભાગી છુટ્યો હતો અને લોકો બુમ સંભાળી દોડી આવ્યા હતા.
ઘટના બાદ માધુભાઈને 108 દ્વારા કપરાડા CHC અને ત્યારબાદ વધુ સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજા જાણકારી મુજબ તેઓ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ મુદ્દે કપરાડા પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ હુમલો રાજકારણને લઈને થયો કે આશ્રમશાળાના વિવાદને લઈને થયો તેનું સત્ય બહાર આવ્યું નથી.

