ધરમપુર: શ્રી મહાત્મા ગાંધી એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ નર્સિગ કોલેજ ધરમપુર દ્વારા ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ANM અને GNM કોર્ષના સપના બતાવી ઓરીજનલ ડોક્યુમેન્ટ કબજે કરી રૂપિયા પડાવવાનું કાળું કૃત્ય પ્રકાશમાં આવ્યું છે  

Decision  News દ્વારા ધરમપુર નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેમનું કહેવું છે કે નર્સિગ કોલેજનું સંચાલન કરનારા સંચાલકો દ્વારા 2017 થી સરકારના ખર્ચે ANM અને GNM કોર્ષની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસે ઓરીજનલ ડોક્યુમેન્ટ કબજે લેવામાં આવે છે અને પછી કોલેજના સંચાલકો દ્વારા ઓરીજનલ ડોક્યુમેન્ટ અમારા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવે છે. અમે ગરીબ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ હોવાથી ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે રૂપિયા આપી શકતા નથી અને પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટથી વંચિત બન્યા છે. આ બાબતને લઈને અમે પોલીસ ફરિયાદ કરી છે હવે અમને પોલીસ જ ન્યાય અપાવશે.

આદિવાસી સમાજના કહેવાતા આગેવાનો આ બાબતે ચુપ કેમ છે ? આદિવાસી બાળકો માટે તેઓ કોઈ કેમ બોલતા નથી ? શું તેઓ પણ નર્સિગ કોલેજથી બંધાયેલા છે ? આવા અનેક સવાલો લોકો ઉભા કરી રહ્યા છે. ગાંધીના નામ પર નર્સિગ કોલેજ શરુ કરી ગરીબ આદિવાસીઓના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ અને રૂપિયા પડાવતા આવા સંચાલકો સામે પોલીસ કેટલાં કડક પગલાં ભરે છે એ જોવું રહ્યું.