વલસાડ: વાપી જીઆઈડીસી રોફેલ કોલેજ ખાતે પરીક્ષા આપવા માટે ગયેલી વાપીના જ્ઞાનધામ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટ્ર્સ ખાતે રહેતી ગોધરા તાલુકાના હરકુન્ડી ગામના રહેવાસી 22 વર્ષીય વિદ્યાર્થીની રોશની ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાપી તાલુકાની જ્ઞાનધામ સ્કૂલ સ્ટાફ ક્વાર્ટ્ર્સ ખાતે રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હરકુન્ડી ગામના રહેવાસી ૨૨ વર્ષીય વિદ્યાર્થીની રોશની ડાહ્યાભાઈ પરમાર તા. ૧૩-૦૪-૨૩ના રોજ સાંજે ૪-૩૦ વાગ્યાના સુમારે વાપી જીઆઈડીસી રોફેલ કોલેજ ખાતે પરીક્ષા આપવા માટે ગયા હતા. પરીક્ષા પુરી થયા બાદ ત્યાંથી સાંજે ૪-૩૦ વાગ્યે કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઊંચાઈ ૫ ફૂટ, રંગે ઘઉંવર્ણના અને પાંપણના ભાગે જૂનું વાગેલાનું નિશાન છે.

તેમણે ગુલાબી તથા રાખોડી પટ્ટાવાળી કુર્તી અને રાખોડી કલરનો પાયજામો પહેરેલો છે. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે તથા બોલે છે. આ વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.