દક્ષિણ ગુજરાત: આજરોજ દક્ષિણ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગોપાલ ઈટાલીયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને આપેલા એક વિવાદિત નિવેદનને પગલે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના મામલે ગોપાલ ઈટાલીયા (GOPAL ITALIA)એ એક સભાને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરતા જાહેરમાં તેમને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યાં હતા. આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની પોલીસે ધરપકડ કરી છે.
ચૂંટણી પુરી થયાના 3 મહિના બાદ આ મામલે પોલીસે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી છે. હવે જોવું એ રહ્યું કે આ મામલામાં આપના કાર્યકર્તા અને 2024ની લોકસભાની ચૂટણીમાં લોકો શું નિર્ણય લેશે.