સાગબારા: સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની જેમ ગતરોજ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા સેલંબા ગામમાં પણ સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડો. આંબેડકરની 132મી જન્મ જયંતિ અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા, સ્ત્રીઓની મુક્તિ અને અધિકાર માટે લડનારા દાતા, પ્રખર અર્થશાસ્ત્રી, વિશ્વ ભૂષણ “ડૉ.બાબાસાહેબ આંબેડકર” ની 132 ની જન્મજયંતિ નિમિત્તે Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ નર્મદાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ચૈતર વસાવાની હાજરીમાં ઉજવાય હતી.
આ પ્રસંગે 149, દેડિયાપાડા વિધાનસભાના આદિવાસી આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રી ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતાં અને તેમની સાથે આપ પાર્ટી પ્રમુખ અને સામજિક કાર્યકર્તા અને સ્થાનિક બહોળા પ્રમાણમાં આદિવાસી લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

