ધરમપુર: પાણી પુરવઠા વિભાગના વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરીને ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના ખેડૂતોની જમીન અને આંબાની કલમો, સાગ કે અન્ય મિલકતને નુકશાન કરીને તેની ભરપાઈ ન કરી અન્યાય કર્યા હોવાની વાતો સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર ખાતે આશરે એક વર્ષ અગાઉ કરંજવેરી ગામના ખેડૂતોની જગ્યામાં પાણીપુરવઠા વિભાગ દ્વારા મોટા પાઇપો દાટવામાં આવ્યા હતા અને ખેડૂતની જગ્યામાં આંબાની કલમો, સાગ કે અન્ય મિલકતને નુકશાન થયુ હતું અને જેના બદલામાં વળતર આપવાનું નક્કી કરી ખેડૂતોને વિશ્વાસમાં લઇને પાઇપો નાખવામાં આવ્યા હતા પરંતુ આજદિન આશરે એક વર્ષ થી વધારે સમય સુધી ખેડૂતોને વળતરનું ચુકવણું કરવામાં આવ્યું નથી
ખેડૂતોનું કહેવું છે કે પાણી પુરવઠા વિભાગ અમારા માટે અભિશાપ બન્યો છે. જો તાત્કાલિક ધોરણે અમને ચુકવણું કરવામાં ન આવ્યું તો આગામી દિવસોમાં પાણી પુરવઠા વિભાગની સામે વિરોધ પ્રદર્શન કરવાની પણ અમારી તૈયારી છે. આવેદનપત્ર આપતી વેળાએ કરંજવેરી ગામના ઘણાં ખેડૂતો હાજર રહ્યા હતા

