વલસાડ: ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક “ભારતરત્ન” ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત “સામાજિક ન્યાય સપ્તાહ” અંતર્ગત વલસાડ ખાતે કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું

આ પ્રસંગે ડો શ્રીકાંત કનોજીયા જી, ડો. હેમંત પટેલ દ્વારા બાબા સાહેબના જીવનચરિત્ર અને તેમના વંચિતો માટેના ઉમદા કામગીરી વિષે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અને આંબેડકરની વિચારધારા સાથે સમાજ વિકાસની ભાવના પ્રજ્જવલિત કરવા જણાવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ સનેહિલ દેસાઈ, મહામંત્રી મયંક પટેલ, વલસાડ શહેર પ્રમુખ મિહિર પંચાલ, તાલુકા પ્રમુખ મિત પટેલ અને સ્થાનિક યુવા મોરચાના કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા.