વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રાણી ફળીયામાં સાંજના 7 વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે 56 માં વહીવટીતંત્ર દ્વારા જમીન સંપાદનને અમલીકરણ કરવામાં આવનાર છે તેના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા વિસ્તારમાં મોટા પ્રોજેક્ટમાં આદિવાસી લોકોની જમીન જવાના મુદ્દાને લઈને અનેક આંદોલનો ભૂતકાળમાં પણ થયા છે ત્યારે નેશનલ હાઈવે 56 ની કામગીરી પણ હાથ ધરાતા વિરોધનો સુર ગુંજ્યો છે આ નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં 174 હેકટર જમીન જવાની છે અને 18 જેટલા ગામડાઓ જવાના છે જેને લઈને આ રાત્રી સભામાં આ 18 ગામના આગેવાનો અને જેની જમીન સંપાદન થનાર છે એવા આદિવાસી લોકો જોડાયા હતા.

આ રાત્રી સભામાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જીવ આપીશું જમીન નહિ. આ રાત્રી સભામાં ભાજપ કોંગ્રેસ એક થઈને નેશનલ હાઈવે 56 માં જમીન સંપાદન અટકાવવા લડત લડવાના મૂડમાં હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ રાત્રી સભામાં વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને વાંસદામાં ભાજપના પાયાના કાર્યકર્તા અને રાણી ફળિયાના સરપંચ  બાબુકાકા એક મંચ પરથી લોકોને લડત લડવા આહ્વાહન કર્યું હતું.