ચીખલી: વર્તમાન સમયમાં બાળકોને નીરોગી ભવિષ્ય આપવાના ઉદ્દેશ સાથે આજરોજ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન ચીખલીના દેગામ ગામમાં આવેલા પ્રજાપતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું,

Decision News ને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહ ચીખલી ગણદેવી ના ધારાસભ્યશ્રી નરેશ પટેલ ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન માજી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ મયંક પટેલ મહામંત્રી સમિર પટેલ નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલ અને ઉમંગ દેસાઈ વગેરે યુવા મોરચાના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં મેડિકલ સેવા આપવા માટે વાંસદા ખાતે આવેલ અમૃત હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે હાજરી આપીને સેવાઓ આપી હતી જેમાં 300 થી 400 લાભાર્થીઓએ મફત મેડિકલ કેમ્પનો લાભ લીધા હોવાનું જાણવા મળ્યું છે.