નસવાડી: ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયાનો કિસ્સો સામે આવતાં વહીવટીતંત્ર ખળભળાહટ મચી જવા પામ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એન્ટી કરપ્શન બ્યુરો-ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરને રંગેહાથે 2 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. નર્મદા, વડોદરા એસીબી ટીમે ડેપ્યુટી ઇજનેર હરેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા. વિકાસલક્ષી કામ પેટે 10 લાખની માંગ સામે 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

ડેપ્યુટી ઇજનેર હરેશ ચૌધરી સામે એસીબી ACBઓએ કાર્યવાહી હાથ ધરી છે. ACB કર્મચારીઓએ ડેપ્યુટી ઇજનેરની કાર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મહત્વનું છે કે ડેપ્યુટી ઇજનેર સાથે એસઓ પણ લાંચ લેવાના કેસમાં ભાગીદાર હોવાનું અનુમાન છે.