વાંસદા: અંતરિયાળ વિસ્તારના વાંસદા તાલુકાના ગામડાઓમાં વહેતી નદીઓના જળ સુકાઈ જવાથી જળ સ્ત્રોત ખુબ નીચે જતા રહ્યા છે જેને લઈને તરસ છીપાવવા લોકો નદીમાં કુવાઓ ખોદી રહ્યા પણ તેમાં પણ પીવાના પાણીને માટે નિરાશા સાંપડી રહી છે.

જુઓ વિડીયો…

Decision News ને દ્વારા વાંસદાના બીલમોડા, ચોરવણી, માનકુનિયા, મોળાઆંબા, નીરપણ અને વાંગણ કાવડેજ અને ઘોડમાલ જેવા ડુંગરોને અડીને આવેલા ગામોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં પીવાના પાણીને લઈને લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. લોકો પીવાના પાણી માટે નદીઓમાં કુવા ખોદીને જુએ છે પણ ત્યાં પણ પાણી મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે તો વિચારો પાલતું પ્રાણીઓના તો શું હાલ હશે..

કાવડેજમાં આવેલા આદિવાસી સ્થાનક ભીલદેવના વિસ્તારના દશરથભાઈ જણાવે છે કે હાલમાં અમુક વ્યક્તિઓના ઘરે પીવાના પાણી એક દિવસ પુરતું થઇ રહે છે પણ ગામના ઘણાં ખરા ગામના લોકો માટે પીવાના પાણીની મુશ્કેલી ખુબ જ છે અને ઉલટાનું પાલતું પ્રાણીઓ માટે તો પીવાના પાણીની ખુબ જ તકલીફ ઉભી થાય છે. જેનું નિરાકરણ ઝડપથી લાવે એવી અમારી તો વહીવટીતંત્રને અપીલ છે.