વાંસદા: હજુ સુધી ભારતમાલા હાઈવે પ્રોજેક્ટનો વિવાદ સમ્યો નથી ત્યાં નેશનલ હાઈવે 56 ને પહોળા કરવા વાંસદાના 18 ગામોની 174 હેક્ટર જમીન સંપાદન થવાની તૈયારી જોવા મળી રહી છે. વિધાનસભા ચુંટણી પહેલા ભારતમાલા હાઈવે મુદ્દે ચીખલી અને વાંસદાની જમીન સંપાદન વિષે વાતો શરુ થઇ ગઈ હતી પણ ઘણાં ગામોમાં વિરોધ બાદ મામલો શાંત થઇ ગયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ હવે નેશનલ હાઈવે 56 પોહળો કરવા વાંસદા તાલુકાના 18 ગામોની જમીન સંપાદન કરવાની તૈયારી શરુ કરાઈ છે આ અંગેનું એક જાહેરનામું અખબારમાં રવિવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત લોકો પાસે 21 દિવસની મુદ્દતમાં વાંધા રજુ કરવા જણાવાયું છે. આ પ્રોજેક્ટમાં ખાનગી જમીન પણ મોટા પ્રમાણમાં સંપાદન કરાશે એવું જાણકારો જણાવી રહ્યા છે.

આ નેશનલ હાઈવે 56માં અંકલાછ, બારતાડ, ભીનાર, ચઢાવ, ગંગપુર, હનુમાનબારી, જામલીયા, કાવડેજ, ખંભાળિયા, ખાનપુર  મીઢાબારી, નાની ભોમતી પીપલખેડ, રાણી ફળીયા, રવાણીયા, ઉમરકુઈ, ઉનાઈ, વાડીચોઢાં જેવા ગામોની જમીન જવાની છે.