બીલીમોરા: આજરોજ બીલીમોરા શહેરના બી પાસે આજે JCB મશીન થી ખોદકામ થઈ રહ્યું હતું. જે દરમિયાન ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં આગ ભભૂકી ઉઠી હતી આગની ઊંચી જ્વાળા દૂરથી જોઈ શકાતી હતી આગ લાગતા ભર બજારમાં નસભગના દ્રશ્ય જોવા મળ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ગેસ કંપની દ્વારા જ મુખ્ય લાઈનની વજુમાં કામ શરૂ હતું તે દરમિયાન ભૂલથી મુખ્ય લાઈન ક્રેક થઈ હતી જેના કારણે ગેસ નો પ્રવાહ મુખ્ય લાઈન માથી શહેરના ઘરો સુધી પોહચે છે ત્યારે ગરમીને કારણે આગની ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી.

ઘટનાની જાણ બીલીમોરા ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર જવાનો ઘટના સ્થળે પોહચીને આગને કાબૂમાં કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા આગને કારણે આજુબાજુ આવેલી લારીને પણ નાનું મોટું નુક્સાન થયું હતું