દક્ષિણ ગુજરાત: આજે નવ એપ્રિલ રવિવારના રોજ આખા ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે ત્યારે પેપર ન ફૂટે તો સારું, ના ડર સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પોહચી રહ્યા છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થાના ભાગરૂપે એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો મુકવામાં આવી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા બપોરે 12:30થી 1:30 દરમિયાન લેવાશે. પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે. પણ વિદ્યાર્થીઓમાં પેપર ફૂટવાનો ડર તો દેખાય જ રહ્યો છે.

પરીક્ષા માટે સમયસર પહોંચી શકાય એ માટે સુરત સાપુતારા, નવસારી, વલસાડ જેવા સ્થળોએ જવા માટે પરીક્ષાર્થીઓને એકસ્ટ્રા બસોમાં મુકવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સુરત પરીક્ષા આપવા વાંસદા ડેપો પર પોહ્ચેલા મિલીન ચૌધરી જણાવે છે કે મારું પરીક્ષાનું સેન્ટર સુરત છે. મારી તૈયારીઓ સારી છે. પેપર ન ફૂટે તો સારી વાત છે. મનમાં ડર તો છે જ !