આહવા: કોણ હક આપે છે આ શિક્ષકોને વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો.. દીપદર્શન ઈંગ્લીશ મિડિયમ માધ્યમની શાળામાં શિક્ષિકા દ્વારા જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.  શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવાની દીપદર્શન ઈંગ્લીશ મિડિયમ માધ્યમની શાળામાં શિક્ષિકા દ્વારા જુનિયર કેજીમાં અભ્યાસ કરતાં 5 વર્ષના સમર્થકુમાર અરૂણ સોનવણેને અંગ્રેજી વિષયની પરીક્ષામાં ધીમુ લખવા બાબતની નજીવી ભૂલને લઈને આકરી સજા આપતાં ઢોરની જેમ માર આપવામાં આવ્યો હતો.

શિક્ષિકા શિક્ષણની ગરીમાને ભૂલી માસૂમ બાળકને એટલો માર આપ્યો કે શરીરે લીસોટા જોવા મળે છે અને ઉપરથી શાળા સંચાલકો દ્વારા બાળકને નાપાસ કરવાની ધમકી આપી કેસ નહીં કરવા બાબતે માતા પિતા પર દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.