વ્યારા: વર્તમાન સમયમાં લોકો દ્વારા જન્મદિવસની ઉજવણીના નામે હજારો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે મહિલા અને બાળ વિકાસ તાપી જિલ્લા ખાતે ફરજ બજાવતા પ્રોગ્રામ ઓફિસર તન્વીબહેન પટેલ ના જન્મ દિવસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ એક સરકારી કર્મચારી ની એક પ્રેરણાદાયી પહેલ કરતાં તન્વી બહેન દ્વારા વ્યારા ઘટકના બોરખડી ગામે આવેલ આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓ સાથે મળી જન્મ દિવસ ઉજવ્યો. તેમજ બોરખડી ખાતે આવેલ પુસ્તકાલય મા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
તન્વી બહેન એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યા છે તેમની શિક્ષણ પ્રત્યેની રુચિને હજારો સલામ છે. જો દરેક વ્યક્તિ સમાજમાં આ રીતે પોતના જન્મદિવસની ઉજવણી કરે તો કેટલાય બાળકો અને વિદ્યાર્થીઓના સપનાઓને એક નવી ઉડાન મળે.

            
		








