વાંસદા: આદિવાસી સંસ્કૃતિ અને તેના માન્યતાઓ અન્ય સમય કરતા અનોખા તરી આવે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વસતાં આદિવાસીઓના ખાસ કરીને કુંકણા સમાજમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રી બાદ પિતૃ દેવોના પારણાંનો ઉત્સવ ઊજવવામાં આવે છે.
Decision News ને PI કિરણ પાડવી પાસેથી મળેલી માહિતી મુજબ જેમાં પિતૃ દેવોને વિવિધ કુળ- ગૌત્રની પેઢીમાં બેસાડવામાં આવે છે એમની પૂજા કરવામાં આવે છે અને “દેવકાથી” જે એક લાકડાનું બનેલ હોય અને ઉપરના ભાગે મોરપીચ્છનું ઝુંડ લગાવવામાં આવે છે. અને એ દેવકાથીને પેઢીના માણસો દ્વારા હાથના સહારે નચાવવામાં આવે છે. આ પિતૃ દેવોમાં રાણી વિક્ટોરિયા ભાથીજી મહારાજ કે અન્ય દેવી દેવતા કે આકૃતિવાળા આ સિક્કાઓ કે અન્ય પ્રતિકૃતિ મૂકવામાં આવે છે. અને એની પૂજા વાર તહેવારે કરવામાં આવે છે.
આમાં પુરુષ પિતૃને “ઇરે” સ્ત્રી પિતૃ ને “સુપલી” તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રસંગે અમુક દેવી દેવતાઓને “ખંડે” “મુંજે” તરીકે પણ ઓળખવામાં આવે છે.

