સુરત: આજ રોજ સુરત જીલ્લા ના સહુથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવનાર ૧૪૯ જેટલા ગામોથી બનેલા માંડવી તાલુકામા નાગરિકોના અસંખ્ય પ્રશ્નો પડતર હાલતમાં છે.તાલુકાના યુવાનો , નાગરિકો સામાન્ય પાયાની સુવિધાઓ જેવી કે વીજળી , પાણી રસ્તા મોબાઈલ નેટવર્કની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે માંડવી તાલુકાના યુવાઓએ “વોઇસ ઓફ યુથના” બેનર હેઠળ નાગરિકો અને પ્રશાસન વચ્ચે એક સેતુ બની માંડવી તાલુકાના પડતર પ્રશ્નોના નિરાકરણ કરવા અંગે માંડવી નાયબ કલેકટરશ્રી જોડે સંવાદનું આયોજન કર્યો હતું.

આ બેઠક દરમિયાન યુવાઓએ વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરી દાવેદારોને ૭/૧૨ ની નકલની ફાળવણી કરવી , ખેતીવાડી માટે દિવસે વીજળી, APMC માં પોષણક્ષમ ભાવ, નેશનલ હાઇવે નં 56 જમીન સંપાદન બંધ કરવામાં આવે, જંગલ વિસ્તારના ગામોમાં નેટવર્ક ની સુવિધા ઉપલબ્ધ કરાવવી, સુમુલ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ અપાવવા, માંડવી સુગર વહેલી તકે ચાલુ કરવામાં આવે અને ખેડૂતોના બાકી નીકળતા નાણાં ચૂકવવામાં આવે તે માટે જરૂરી તપાસ તેમજ કાર્યવાહી કરવામાં આવે, રસ્તા–વીજળી–પાણીની સમસ્યાઓનું નિરાકરણ જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર નાયબ કલેકટર સાથે વાતચીત કરવામાં આવી હતી.

માંડવી નાયબ કલેકટર દ્વારા આજરોજ હાજર રહેલા વિવિધ ગામોના વોઇસ ઓફ યુથ ના આગેવાન યુવાનોને ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે સાંભળ્યા તો હતા અને તમામ પ્રશ્નો લાગતા વળગતા તંત્રને યુદ્ધ ના ધોરણે સુચનાઓ આપી તમામ મુદ્દાઓ પર વહેલી તકે નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી.હવે જોવાનું તે રહે છે કે માંડવી નાયબ કલેકટર આ સકારાત્મક અભિગમ આવનાર દિવસોમાં જાળવી રાખી આપેલ બાંહેધરી મુજબ કાર્યવાહી કરીશે કે માંડવી તાલુકાના નાગરિક પ્રશ્નો બાબતે આંદોલનની પ્રુષ્ઠ ભમિ તૈયાર કરી આપશે.જાગૃત યુવાનો દ્વારા “વોઇસ ઓફ યુથ” મારફતે ઉઠાવેલા મુદ્દાઓ ને ધ્લોક રાખી માત્ર માંડવી જ નહીં વિવિધ જિલ્લાઓમાં પણ સંગઠન વોઇસ ઓફ યુથ પ્રત્યે જાગૃત યુવાનો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે જે જોતા દક્ષિણ ગુજરાતમાં જાગૃત યુવાનો માટે માંડવી ની ભુમી થઈ નવ યુવાઓનુ પ્લેટફોર્મ બહાર આવી રહ્યું છે તે ગર્વની બાબત છે. માટે આજની રજુઆત બાબતે નાયબ કલેકટર ચુક કરશે તો તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવનાર દિવસોમાં ગુંજે તો નવાઈ નહીં.