આહવા: ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારના નાના ભૂલકાઓ માટે વિવિધ યોજનાઓ લાગુ કરાઈ છે ત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરણ ગામે પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ તેમજ આર્યન ગોળી વિતરણ કરાઇ હતી.
૩૦ માર્ચ ૨૦૨૩ના રોજ પોષણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે આંગણવાડી કેન્દ્ર ઝરણ-2 ઉપર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કિશોરીઓને એનિમિયા વિશેની સમજણ આપવામા આવી હતી. અહીં 12 જેટલી કિશોરીઓને રૂબરૂમા આર્યનની ગોળી ગળાવવામા આવી હતી. તમામ કિશોરીઓનુ વજન અને ઉંચાઇ કરવામા આવ્યુ હતુ.
પોષણ પખવાડીયાની ઉજવણીની ઉજવણીમા તમામ કિશોરીઓને મીલેટસ અને લીલી શાકભાજીઓ માથી મળતા પોષકતત્વો વિશે સમજ આપવામા આવી હતી. પોષણ તત્વોથી ભરપુર મીલેટસ અને લીલા શાકભાજીનો ખોરાકમા ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. વધુમા કિશોરીઓને શારીરિક સ્વચ્છતા, જીવન કૌશલ્યો, સોશિયલ મિડીયા, વ્યવસાયિક કુશળતા અને કાયદાકીય જ્ઞાન વિશે સમજ આપવામા આવી હતી.

