વરાછા: આજરોજ વરાછાના ભાજપના છેલ્લાં 15 વર્ષ જુના અને હાલમાં યુવા મોરચાના અગ્રણીય સક્રિય કાર્યકર શૈલેષ ઝાલાવાડિયાએ પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસ૨ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
મણિનગર સોસાયટીમાં રહેતા સરળ વ્યક્તિત્વ સાથે હળવા સ્વભાવના શૈલેષ ઝાલાવાડિયાએ પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસ૨ ઘરમાં આપઘાત કરી લેતાં પરિવારજનોના માથે આભ ફાટ્યું છે. તેમની આપઘાત પાછળનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે. પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. પોતાના માતા પિતા, બે બાળકો અને પત્ની એમ પરિવાર સાથે રહેતા હતા અને ડી.જે.નો વ્યવસાય કરતા હતા.
આપઘાતની ઘટનાની જાણ થતા જ પરિવારજનો તાત્કાલિક ધોરણે શૈલેષભાઈને હોસ્પિટલમાં લઈ ગયા હતા.પણ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આપઘાત કરવા પાછળનું કારણ હજી સુધી અકબંધ રેહવા પામ્યું છે.