પંચમહાલ: માર્ચ મહિનામાં સોળે કળાએ ખીલી ઉઠતા, આદિવાસી લોકોના કલ્પવૃક્ષ મહુડા ઝાડને આદિવાસી કવિ-લેખકોએ મહુડાનાં વૃક્ષને સોનાનું વૃક્ષ કહ્યું છે. કારણ કે સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે.

 ઉલ્લેખનીય વાત છે કે આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ આજે પણ જોવા મળતી હોય છે ત્યારે આજના સમયમાં મોટાભાગનાં સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનું, ગાડી, બંગલા વગેરે ભેટમાં આપતા હોય છે પણ પંચમહાલનાં આદિવાસીઓ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે.

નિકુંજ રાઠોડનામના યુવાન જણાવે છે કે પંચમહાલના આદિવાસી સમાજમાં જોવા મળતી એક અનોખી પ્રથા છે કે આ વિસ્તારનાં આદિવાસીઓ લગ્ન પ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા ૩૦ થી ૪૦ વર્ષ જૂના મહુડાનાં ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.