નર્મદા: પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરી ટીકીટ આપવા તરફ ઈશારો કર્યો છે ત્યારે મનસુખ વસાવાના હારથી દાંત ખાટા કરવા તેમની સામે ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તૈયારી બતાવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભરૂચમાં ભાજપના કોઈ સંસદ હોઈ કે ધારાસભ્ય હોઈ એમને આદિવાસીના પ્રશ્ને બોલવાની કોઈ તાકાત નથી. ભાજપમાં 156 અને બીજા ત્રણ ધારાસભ્યને ભાજપ માત્ર ચપરાસી તરીકે રાખે છે. જેમને કોઈ વિધાનસભામાં કોઈ પ્રશ્ન ઉઠાવવાની છૂટ નથી. અમે 26 સીટો પર આમઆદમી પાર્ટી ના ઉમેદવારો ને ઉભા કરીશું.
આગામી લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવા સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. જો મને પાર્ટી ટિકીટ આપશે તો સાત ટર્મથી જીતતા આવતાં મનસુખ વસાવાને હરાવી બતાવીશ એમ ચૈતર વસાવાએ હુંકાર ભર્યો છે.











