ચીખલી: નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ટ્રાઈબલ સબપ્લાન યોજના અંતર્ગત રબર મેટ વિતરણ નો કાર્યક્રમ તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર પશુપાલન શાખા જિલ્લા પંચાયત નવસારી, પશુદવાખાના ચીખલી, વાંસદા અને ખેરગામના સયુંકત ઉપક્રમે ધોડિયા સમાજ ભવન સુરખાય ખાતે યોજાયો હતો
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકાના અલગ અલગ ગામોમાંથી અંદાજે ૪૦૦જેટલા પશુપાલકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.જેમાં કલ્પનાબેન ગાંવિત તાલુકા પંચાયત પ્રમુખ ચીખલી માજી જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતાબેન પટેલ, પ્રકાશભાઈ પટેલ જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ રમીલાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય, વૈભવ બારોટ ચીખલી તાલુકા સામાજીક ન્યાય સમિતિ ના અઘ્યક્ષ કિરણભાઈ પટેલ વસુધરા ડેરીના ડિરેક્ટરશ્રી, રમીલાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ પટેલ એટીવીટી સભ્ય અને આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. પશુપાલન વિષય નિષ્ણાંતો ડૉ.વી.વી.ઓઝા, ચીખલી, વાંસદા અને ગણદેવી તાલુકાના પશુ ચિકિત્સકો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સદર તાલીમમાં પશુઆહાર, પસુસવર્ધન, પશુમાવજત, પશુઆરોગ્ય તેમજ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નવસારી જિલ્લાના પશુપાલન શાખાના વડા નાયબ પશુપાલક નિયામકશ્રી ડૉ.એમ.સી. પટેલ ના નેજા હેઠળ ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકા પશુપાલનના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ શિબિરમાં મહાનુભાવો દ્વારા વૈજ્ઞાનિક અભિગમ સાથે પશુપાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને પ્રકૃતિ ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચ વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને પશુપાલન વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી શકાય એ વિષય પર સુંદર માર્ગદર્શન આપવાં આવ્યું હતું. આ શિબિરમાં ટ્રાયબલ સબપ્લન યોજના અંતર્ગત કુલ ૨૫૦ લાભાર્થીઓને રબર મેટનું વિતરણ કરવામાં આવ્યું.

