વાપી: એક સગીરાએ વાપી ખાતે બાળકને જન્મ આપ્યો પણ બાળકની તબિયત લથડતા વલસાડ સિવિલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન સગીરા અને અને બાળકની દાદી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી વિગતો પ્રમાણે વાપીની હોસ્પિટલમાં 18 માર્ચે એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવાના લીધે તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતી ખસેડવામાં આવ્યું હતું. બાળકને કાચની પેટીમાં મુકવામાં આવ્યું હતું. સારવાર સમયે બાળકની માતા અને તેની દાદી હોસ્પિટલમાં હાજર રહ્યા હતા પણ 20 માર્ચની રાત્રે બાળકની સગીર માતા અને દાદી હોસ્પિટલમાં કોઈને પણ જાણ કર્યા ક્યાંક ચાલ્યા ગયા હતા. 21 માર્ચે સવારે બાળકને દૂધ પીવડાવવા ને લઈને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માતાની શોધ કરવામાં આવી પણ તેમાંલી નહિ. ત્યાર બાદ હોસ્પિટલના તબીબોએ બાળકની તબિયત ચેક કરી તો તે બાળકનું મૃત્યુ થઈ હતું.

હાલમાં બાળકની માતા અને દાદીએ એડ્રેસ પણ ખોટો લખાવ્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈને મૃતક બાળકની નિષ્ઠુર માતાની વલસાડ પોલીસે તપાસ આદરી છે. હાલમાં બાળકના સારવાર દરમિયાન સગીરા અને માતા વચ્ચે થયેલી SSCની પરીક્ષા આપવા જવાની વાત હોસ્પીટલના અન્ય દર્દીઓએ સંભાળી હોવાનું સામે આવ્યું છે.