વાંસદા: આજે વાંસદા તાલુકાના ખેડૂતોને પિયતનું પાણી અને ઢોર ઢાંખરને પીવાનું પાણીની મુશ્કેલી ઉભી થતાં ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જૂજ ના. કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં વાંસદા તાલુકામાં ગરમીનો પારો વધ્યો છે તેના કારણે ઘણા ગામોમાં પાણી અછત જોવા મળી રહી છે ત્યારે અનંત પટેલે પત્રમાં લખ્યું છે કે વાંસદાના સિંગાડ, નાની વાલઝર, ઉપસળ, વણારસી, રાણી ફળિયા, વાંસિયા તળાવ સહિત વાંસદા વગેરે ગામોમાંથી કાવેરી નદી પસાર થાય છે. આ નદી હાલમાં સુકાઈ ગઈ હોવાથી પશુઓને પાણી પીવાની તકલીફ પડી રહી છે અને સાથે ખેડૂતોને પણ સિંચાઇ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી જૂજ ડેમમાંથી કાવેરી નદીમાં પાણી છોડવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળશે.

આવનારા સમયમાં જૂજ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર પર પાણી છોડવાને લઈને શું પગલાં ભરવામાં આવશે અને ખેડૂતોની પાણીની તરસ છીપાશે કે નહિ એ જોવું રહ્યું