કપરાડા: આજરોજ પ્રમુખ મોહન ગરેલના અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતનું આગામી 2022-23 નું સુધારેલ તથા 2023-24 નું રૂ 50.08 કરોડનું પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું.
Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર આ બેઠકમાં સર્વાનુમતે રૂ.50,08,57732 કરોડનું બજેટ મંજૂર થયું હતું. સભામા તાલુકા પંચાયત સભ્યોએ શિક્ષણ, આરોગ્ય, તાલુકા પંચાયત સંચાલિત જામ ગભાણ આશ્રમ શાળામાં શિક્ષકોની ઘટ, સરકારની વિકાસશીલ યોજનાઓની ગ્રાન્ટ મુદ્દે રજૂઆતો કરી હતી. વિપક્ષ નેતા ઈશ્વરભાઈ તુમડાએ વિકાસના કરાતા કામોની માહિતી તેમને અપાતી ન હોવા અને, સરકારી દવાખાનાઓમાં તબીબી સુવિધાઓની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તાલુકા વિકાસ અધિકારી એસ.જે ગાયકવાડે તાલુકામા વિકાસના કામો સભ્યોના સહકારની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યું કે તાલુકામાં શ્રમિકો માટે અત્યાર સુધી 22000 ઇ-શ્રમ કાર્ડ બન્યા હોવાનુ જણાવ્યું હતું. તાલુકામાં રમતો, જીમ સહિત વિવિધ હેતુઓ માટે પ્રાથમિક તબક્કે 10 ગામોમાં મેદાન બનશે. જે માટે ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વાડી પંચાયત સભ્ય સીતારામ ભાઈએ માંડવા મુખ્ય રસ્તાથી એકલેરા થઈ ઘાનંવેરી અસલકાટી જતાં 6 કી.મી ના માર્ગ પરના ખાડાઓ ને લઈ જીવલેણ અકસ્માતો થયા હોઈ ખાડાઓ પૂરવા છે.
સભ્ય કુંજાલી પટેલે સભાની જાણકારી અપાઈ ન હોવાનો અને, અભેટી ખાતે મોડેલ સ્કૂલમાં લાબા સમયથી પીવાના પાણીની સમસ્યાની અને સભ્ય વિજયભાઈ રોહિતે અંભેટી ખાતે આગણવાડીનો પડતર મુદ્દો અને સભાની જાણકારી ન આપતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.