આહવા: ડાંગ પણ હવે અજાણ્યા લાશો મળવાનો જાણે અડ્ડો બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા ચાર થી પાંચ માહિનામાં ડાંગના વિવિધ વિસ્તારોમાંથી લાશ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત એક જમીનમાં દટાયેલી લાશ આહવાના ઘૂઘલી ઘાટ પાસેથી મળી હોવાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

જુઓ વિડીયો..

હાલમાં આહવાના ઘૂઘલી ઘાટ પાસેથી મળેલી લાશની કોઈ ઓળખ થઈ શકી નથી, આહવા પોલીસ આ લાશને લઈને સઘન તપાસ આદરી રહી છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે આ હત્યા અંગે ભેદ ખુલ્લો થશે અને સત્ય બહાર આવશે અને ગુનેગાર પોલીસના હાથે બચી શકશે નહીં.