નર્મદા: આદિવાસીનું ભવિષ્ય ઘડતર કરનારી નર્મદા જિલ્લાના નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેશ્વર અને તિલકવાડામાં આવેલી મોટા ભાગની જર્જરિત અને જોખમી બનેલી હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર આદિવાસી લોકોમાં સરકારના બેજવાબદાર પણા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બહુલક આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં કુલ 146 જેટલી બાળ આંગણવાડી કેન્દ્રોને જર્જરિત હાલતમાં છે અને હાલમાં બાળકો ભાડાના મકાનોમાં અભ્યાસ કરી રહ્યા છે. અને કેટલીક જગ્યા પર તો ખુલ્લા આકાશ નીચે બાળકો ભણવા મજબૂર બન્યા છે. અને એમાં ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ ભાડા પણ ચૂકવાયા નથી.

ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આ મુદ્દે સવાલ કરતાં સરકારે પણ નર્મદા જિલ્લામાં 952 આંગણવાડી માં 146 જર્જરિત છે હોવાનું સ્વીકાર્યું છે. અને જણાવ્યું હતું કે 13 આંગણવાડી વર્કરના ઘરમાં ચાલે છે, 19 શાળામાં ચાલે છે, 4 કેન્દ્ર પંચાયતના મકાનમાં ચાલે છે, 17 કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલે છે, 5 કેન્દ્ર અન્ય સરકારી મકાનમાં ચાલેછે, અને 88 દાતાના મકાનમાં ચાલે છે.  આ સ્થિતિ હોવા છતાં સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી. આદિવાસી બાળકોના ભવિષ્યની આ સ્થિતિની મજા લેતા હોય તેમ ધૃતરાષ્ટ્ર બનીને પોતાની ખુરશી પર આરામ ફરમાવી રહ્યા છે.