ગુજરાત: ક્રિકેટનો ફિતૂર તો આખાયે દેશમાં જોવા મળે છે પણ ગુજરાતમાં આ વખતે ઇતિહાસમાં પહેલીવાર ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે ની વાતો પ્રસારિત થતા જ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો ચકડોળ ફરવા લાગ્યો છે

Decision News ને પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ ધારાસભ્યો ટુર્નામેન્ટ આગામી તા.20 તારીખે રમાશે જેમાં ધારાસભ્યો ક્રિકેટ મેચનો આનંદ લેશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે.

ધારાસભ્યોની જુમ્લેબાજી તો બહુ જોઈ હવે ગુજરાતની જનતા તેમની ક્રિકેટની બલ્લેબાજી જોશે. આ મેચ 20મી વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ મેચ ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનેલા નવા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.