વાંસદા: વાંસદા વિસ્તારમાં અકસ્માતોની પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે ચીખલી વાસંદા રોડ પર નાનીવાલઝર પાસે વહેલી સવારે બીલીમોરા થી આહવા શાકભાજી લઇ જતી પીક અપ ડીવાઈદાર સાથે અથડાઈને પલટી મારી ગયાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આજે વહેલી સવારે ચીખલી વાસંદા રોડ પર નાનીવાલઝર પાસે વહેલી સવારે બીલીમોરા થી આહવા શાકભાજી લઇ જતી GJ-30-T-0817 નંબરની પીક અપ ચાલકને અચાનક ઊંઘ નું ઝોંકુ આવી જતા તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને પીક અપ ડીવાઈડર સાથે અથડાઈ તથા ત્યાર બાદ પલટી મારી હતી.
હાલમાં એવું જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં પીક અપને નુકશાન થવા પામ્યું છે પણ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી











