વાપી: ભારતીય જનતા યુવા મોરચા વાપી તાલુકા દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ, કરવડ ખાતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ધોરણ 10-12 બોર્ડ ની પરીક્ષાની આજથી શરૂ થઇ રહી છે ત્યારે આ સમયે શુભેચ્છા પાઠવવા માટે વાપી તાલુકા યુવા મોરચાની ટીમ હાજર હતી, તે દરમ્યાન એક વિદ્યાર્થીની સુહાનીબેન વસંતભાઈ પટેલ કે જેનું પરીક્ષા કેન્દ્ર કરવડ સેન્ટ જોસેફ હાઈસ્કૂલ( ડુંગરી ફળિયા) ખાતે હતું અને એ વિદ્યાર્થીની ભૂલમાં કૌશિક હરિયા હાઈસ્કૂલ ખાતે આવી હતી, સમયની અછતના કારણે વિદ્યાર્થીની ગભરાઈને દોડતી પરત ડુંગરી ફળિયા સ્થિત હાઈસ્કૂલ જવા માટે ફરી રહી હતી તે દરમ્યાન વાપી તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી સમયભાઈ અને મંત્રી શ્રી રાહુલભાઇ બંને વિદ્યાર્થીનીને દોડતી જોઈ એની પાછળ જઈ એને ડુંગરી ફળિયા સ્થિત હાઈસ્કૂલ પર પોહચાડી એક અદ્ભુત સેવા પૂરી પાડી હતી.

વલસાડ જિલ્લાના ભાજપ યુવા મોરચાના મહા મંત્રી મયંક પટેલ જણાવે છે કે વિધાર્થીઓના બહેતર ભવિષ્ય ઘડતરમાં બોર્ડની પરીક્ષાનું ખુબ જ મહત્વ હોય છે ત્યારે અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે જે અટવાયેલી વિદ્યાર્થીની મદદ કરવામાં આવી જે ખુબ પ્રસંશાપાત્ર છે એક બીજાને મદદરૂપ થવાની ભાવના એક સારા માણસોની નિશાની છે હું આશા રાખું છું કે આવનારા દિવસો માં પણ અમે અને અમારા કાર્યકર્તા આ પ્રકારના માનવતાne જીવંત રાખનારા કર્યો ને આગળ લઇ જશે.