મહુવા : આજના આધુનિક યુગમાં લોકો જ્યારે સ્માર્ટ બનીને પોતાની સંસ્કૃતિ ભૂલી રહયા છે ત્યારે યુવાઓએ પોતાની અસલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરીને એનું જતન કરવાનું બીડું ઝડપ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તારીખ 13/03/2023 ના રોજ કરચેલીયા (માસ્ટર ફળિયા) ના વતની પ્રયણ બચુભાઇ પટેલના લગન નિહાલી ના શાલિની બેન પટેલ સાથે આપણા અસલ રીતરિવાજો મુજબ થયા. બંને પક્ષે ગ્રહ શાંતક ના બદલે પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી.
લગનમાં અગ્નિ ફરતે પ્રકૃતિની દિશામાં (ઘડિયાળ ના કાંટાની ઊંઘી દિશા) 4 ફેરા ફરીને લગન પુરા થયા. પ્રસંગમાં આપણા દેવી દેવતાઓ જેવાકે બરામદેવ , કાકા બડીયા , ભૂતમામાં , બામણિયા ભૂત વિગેરે થતા પિતૃઓને યાદ કરીને પુંજ મુકવામાં આવી. રીતરિવાજો રાનવેરીકલ્લાના વતની ધર્મેશભાઈ અને કરચેલીયા ના વતની કુંજન ભાઈ દ્વારા કરવામાં આવ્યા હતાં.

